હવે ઈંગ્લીશ નથી આવડતું એ લોકો પણ ઇંગ્લીશમાં લખી શકશે, હવે મોબાઈલ ગુજરાતીનું ઈંગ્લીશ કરી દેશે

0
255
views

 ગુજરાતી માં લખો જાતે જાતે જ તેનું ઈંગ્લીશ થઇ જશે..એ પણ તમારા ફોનથી 

તો આજે આ લેખમાં એવી વસ્તુ જણાવશું જેમાં તમે ટાઇપ કોઈ પણ ભાષામાં કરો પરંતુ તે લખાશે ઇંગ્લીશમાં. અને સામે વાળા વ્યક્તિએ તમને ઈંગ્લીશમાં મેસેજ કર્યો હોય તો પણ તમને તે હિન્દી અથવા ગુજરાતીમાં મેસેજ લખાયને આવશે. તમારે હિન્દી અથવા ગુજરાતીમાં લખવાનું પરંતુ સામે વાળા વ્યક્તિને મેસેજ ઈંગ્લીશમાં જશે. તે ઇંગ્લીશમાં મેસેજ કરશે તો તે આવશે આપણી પાસે હિન્દી અથવા ગુજરાતીમાં આવશે. તો ચાલો જાણીએ આગળ.

તો હવે આપણે તે ટ્રીક માટે પહેલા તો બે એપ્લીકેશન ગુગલ પરથી ડાઉનલોડ કરવાની રહેશે. સૌથી પહેલા તમારે ડાઉનલોડ કરવાની છે G-board અને પછી કરવાની છે google translate નામની બે એપ્લીકેશન કરવાની છે.સૌથી પહેલા G-board એપ્લીકેશનને ઓપન કરવાની છે. તેમાં જે કંઈ પણ પૂછે તેને પરમીશન આપી દેવાની એટલે કે અલોવ કરી દેવાની છે. પછી google translate એપ્લીકેશન ખોલવાની છે. પછી તેમાં પણ જે કંઈ એપ્લીકેશનમાં પૂછવામાં આવે તેને પરમીશન આપી દેવાની છે. હવે તમારું લગભગ કામ થઇ ગયું છે

ઉપર જણાવ્યા મુજબ થઇ ગયા પછી તમારે જવાનું છે વોટ્સઅપની એપ્લીકેશનમાં. પછી કોઈ મિત્રને કહેવાનું કે English ભાષામાં કોઈ મેસેજ તમને વોટ્સઅપ પર સેન્ડ કરે. પછી આપણે તેને ઈંગ્લીશમાં જ જવાબ દેવાનો છે તો તેના માટે આપણે વોટ્સઅપમા જવાનું અને કી બોર્ડ હોય તે જગ્યા પર જી G-board ખુલશે તો તેના પર જમણી બાજુમાં આપણે લખીએ તે વસ્તુને ભૂસવા માટેની જે નિશાની છે એટલે કટ્ટની નિશાની પર બે વખત ક્લિક કરવાનું છે.

 

પછી તમારા વોટ્સઅપના કીબોર્ડની ઉપર ગુગલનું ઓપ્શન્સ હશે ત્યાં ક્લિક કરવાનું છે પછી તેની નીચે GIF હશે અને તેની બાજુ ગુગલ translate ની જેવું નિશાન હશે ત્યાં ક્લિક કરવાનું છે.  પછી ત્યાં detect language લખેલું હશે. પછી ત્યાં સિલેક્ટ લેન્ગવેજનો ઓપ્શન્સ આવે તેમાં ક્લિક કરવાનું છે. અને તેમાંથી તમારે કોઈ પણ તમને આવડતી હોય તે ભાષા સિલેક્ટ કરવાની છે. અને પછી ફરી વાર ભાષા સિલેક્ટ કરવાની હશે તેમાં તમારે ઈંગ્લીશ ભાષા સિલેક્ટ કરવાની.પછી તમે હિન્દીમાં અથવા ગુજરાતીમાં લખશો તો નીચે આપણે લખ્યું હોય તે ભાષામાં લખાય અને ઉપરની બાજુ ઇંગ્લીશમાં લખાશે. પછી તેને સેન્ડ આપી દેવાનું છે. પછી ફરીવાર મેસેજ કરવો હોય ત્યારે પણ ફરી વાર ઉપર જણાવ્યું તે પ્રમાણે કરવાનું છે.

પછી સામે વાળા વ્યક્તિનો મેસેજ આવે ત્યારે તમારે માત્ર એટલો જ ફેરફાર કરવાનો છે કે પહેલા આપણે હિન્દી ભાષા સિલેક્ટ કરી હોય ત્યાં ઈંગ્લીશ ભાષાને સિલેક્ટ કરવાની છે, અને ઈંગ્લીશ સિલેક્ટ કરી હોય ત્યાં હિન્દી સિલેક્ટ કરવાની પછી તમારે જે મેસેજ આવશે તેને નીચેની કોલમમાં ટાઇપ કરવાનો એટલે ઉપર તમને તેનો હિન્દીમાં અર્થ જોવા મળી જશે.

તો મિત્રો આ રીતે તમે કોઈની પણ સાથે તમે ઈંગ્લીશમાં વાત કરી શકો છો. અને આ સ્ટ્રીકથી તમે ઈંગ્લીશ પણ ખુબ જ આસાનીથી શીખી શકો છો. જો તમને યૂસ કરતા ન આવડે તો અમે એક લિંક મુકીએ છીએ.

 

LEAVE A REPLY