જાણો તમારે કેટલી કલાક ઊંઘ લેવી જોઈએ. જાણો ઉમર પ્રમાણે કેટલા કલાક ની ઊંઘ લેવી જોઈએ

0
228
views

ઊંઘ વિશેના બધા પ્રશ્નોનાં જવાબ તમને મળી જશે. તમે કેટલી ઊંઘ લો છો? – આ વાંચી લો એટલે કોઈ તમને કોઈ આળસુ નહીં કહે…૧૦૦ ટકા સાચુ.

જીવન જીવવા માટેનું એક અમૃત કહી શકાય એ બાબતમાં “ઊંઘ” ને સૌપ્રથમ ગણવામાં આવે છે. રાતના સમયની ઊંઘને થાક ઉતારનાર ગણવામાં આવે છે. સાથે બોડીને રીચાર્જ કરનાર ઊંઘ રાતની જ હોય છે. તો ઊંઘને પુરતી લેવામાં આવે તો બોડી એકદમ પરફેક્ટ કામ કરે છે. નહીંતર બોડીની પ્રક્રિયામાં ફેરફાર જોવા મળે છે.

કોઈ વ્યક્તિનો ભણવા પ્રત્યેનો લગાવ અને ભણવામાં કામ કરતો દિમાગ કેટલો તેજ છે, તમારા રિલેશનને કેર કરવાની સિસ્ટમ કેટલી સારી છે, બિઝનેસમાં જેટલું માઈન્ડ પાવર લગાડો છો તેટલું પરિણામ મળે છે? આવી એક નહીં અનેક બાબતો તમારી ઊંઘ પર આધાર રાખે છે. સાચ્ચે જ આ કોઈ ખોટી માહિતી નથી. અમે, એકદમ સાચી વાત જણાવી રહ્યા છીએ. કદાચ તમને પ્રશ્ન થતો હશે કે ઊંઘને આ બધા મુદ્દાઓ સાથે શું સબંધ? તો આ આર્ટીકલને છેલ્લે સુધી વાંચવાનું ભૂલશો નહીં એટલે તમને બધું સમજાય જશે.

ડીપ્રેસન, સ્ટ્રેસ, માઈગ્રેન અને કેન્સર જેવી બીમારી પણ અપૂરતી ઊંઘને કારણે વધુ ફાયદો ઉઠાવે છે. હા, આ બિલકુલ સાચી વાત છે. રીસર્ચ કરનાર જણાવે છે કે, ઊંઘ એ એક્સરસાઈઝ અને ડાઈટીંગ કરતાં પણ જરૂરી બાબત છે. જેનાં વડે આખા શરીરને એનર્જી મળી રહે છે. સજીવ કોઈપણ પ્રકારનો હોય ઊંઘ તો એટલી જ જરૂરી છે, જેટલો જીવવા માટે લેવો પડતો ખોરાક.

બોર્ન બેબી/ચિલ્ડ્રન
એક બીજા રીલેટેડ ટોપિક પર વાત કરીએ તો, વ્યક્તિની ઉંમર અનુસાર કેટલી કલાકની ઊંઘ પુરતી ઊંઘ કહેવાય? તેની યાદી અમે તમને જણાવી દઈએ. સૌ પ્રથમ લીસ્ટમાં આવે છે – ન્યુ બોર્ન બેબી, જેને ૧૪ થી ૧૭ કલાકની ઊંઘ જરૂરી છે. આ યાદીમાં ૦ થી ૩ મહિનાના બાળકનો સમાવેશ થાય છે. ત્યાર બાદ જેની ઉંમર ૪ થી ૧૧ મહિના છે તેને ૧૧ થી ૧૫ કલાકની પુરતી ઊંઘની જરૂર પડે છે. પછી યાદી છે, ૧ થી ૨ વર્ષની ઉંમરનાં બાળકોની તેને ૧૧ થી ૧૪ કલાકની પુરતી ઊંઘની જરૂર પડે છે.

પ્રિસ્કુલર્શની/ટીનેજર્સ
હવેની યાદી છે “પ્રિસ્કુલર્શની”. જેની ઉંમર ૩ થી ૫ વર્ષ છે, તેને ૧૦ થી ૧૩ કલાકની ઊંઘની જરૂર પડે છે. સ્કુલ એજ્ડનાં ૬ થી ૧૩ વર્ષના બાળકોને ૯ થી ૧૧ કલાકનો ટાઈમિંગ ઊંઘ માટે જરૂરી છે. પછીની યાદીમાં “ટીનેજરો” છે. ૧૪ થી ૧૭ વર્ષનાં ટીનેજરને ૮ થી ૧૦ કલાકનાં સ્લીપિંગ ટાઇમની જરૂર પડે છે.

એડલ્ટ / પ્યોર મેચ્યોર
ઉંમરના અલગ અલગ પડાવ મુજબ ઊંઘના સમયગાળામાં ફેરફાર થતો હોય છે. એવી જ રીતે જેની ઉંમર ૧૮ થી ૨૫ વર્ષ છે. તેને ૭ થી ૯ કલાકની ઊંઘ મળવી જરૂરી છે. એડલ્ટ જેની ઉંમર ૨૬ થી ૬૪ વર્ષની છે, તેને પણ ૭ થી ૯ કલાકની ઊંઘ જરૂર પડે છે. છેલ્લે, ૬૫ વર્ષથી ઉપરના વ્યક્તિમાં ૭ થી ૮ કલાકની ઊંઘ મળે ત્યારે પુરતી ઊંઘ ગણાય છે.

તો આ ઊંઘની યાદીની નોંધ કરી લેજો. કારણ કે, માનવ-જીવનને ટકાવી રાખવા ખોરાક સિવાય ઊંઘ પણ એટલી જ ઈમ્પોર્ટેડ છે. સાથે પુરતી ઊંઘ લેવાથી બોડી વર્કિંગ બરોબર થાય છે. જેને કારણે કામ કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. તો આ મુજબની તમે ઊંઘ લો છો કે નહીં?? અમુક વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઇ ગયો હોય છે, નાની નાની વાતે ગુસ્સો કરવો, ખુબ જ દિમાગ લગાડીને દરેક વાતને ગૂઢતાથી વિચારવી – આવી હરકતો જોવા મળે તો સમજવું એ વ્યક્તિ અનિન્દ્રાની શિકાર હોય શકે.

સાથે એ પણ ધ્યાન રાખવા જેવી બાબત છે કે, ઊંઘની ગોળી લેવી એ પણ શરીરને ખરાબ કરવા જેવી વાત છે. બની શકે ત્યાં સુધી આ ટેવ ને અપનાવી જોઈએ જ નહીં. અમે, આ આર્ટીકલને પ્રખ્યાત અંગ્રેજી બુક્સને આધારે તૈયાર કર્યો છે. વેલ, તો તમે પણ પુરતી ઊંઘ લઈને હંમેશા હેલ્ધી રહો એવી અમારી શુભકામના…

#Author : RJ Ravi

LEAVE A REPLY