આપણે કલ્પના પણ ન કરી શકે કે 1947 નું ભારત આવું હતું. આવી હતી મોંઘવારી અને વસ્તુ

0
7851
views

1947 ના સમયનું ભારત..
આજે ભારતની આઝાદીને 72 વર્ષ થવા આવ્યા છે. અત્યારના ભારતીય લોકો કલ્પના પણ ન કરી શકે કે 1947 નું ભારત કેવું હતું. અને અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે બધા લોકોને ખુબ જ સ્વતંત્ર થઈને ફરીએ  છે. પરંતુ આપણી આઝાદી માટે ઘણા વિરલાઓ પોતાના જીવ આપી ગયા છે. તેને ભૂલી ગયા છે અને દેશની ચિંતા કર્યા વગર જ બધા પોતાના સ્વાર્થમાં જીવન વિતાવે છે. તો આપણે આજાણીએ કે 1947 ના સમયનું ભારત અને તેનું સાચું રહસ્ય. તે સમયની મોંઘવારી કેવી હતી અને ત્યારના લોકો પણ કેમ મોબાઈલ, ઈન્ટરનેટ વગેરે ઘણા બધા સાધનો વગર જીવતા હતા.  

 આપણે સાક્ષરતાની વાત કરીએ તો આઝાદીના સમયે આખા પૂર્ણ ભારતમાં માત્ર 12% લોકો જ અભ્યાસ કરતા હતા. આખા દેશમાં માત્ર 5000 જ  હાઇસ્કુલ હતી, માત્ર 600 કોલેજ અને 25 યુનિવર્સીટીઓ હતી.

1947માં ભારતીય રેલ્વે :
16 એપ્રિલ 1853 ના દિવસે ભારતમાં પહેલી વાર મુંબઈ થી થાણે વચ્ચે 20 ડબ્બા વાળી ટ્રેન દોડી હતી. આ 33  કિલોમીટરનું અંતર કાપવા માટે ત્રણ એન્જિન લગાવવામાં આવ્યા હતા. તો પણ આ પૂરી સફરને પૂર્ણ કરવામાં ટ્રેનને 75 મિનીટ લાગી હતી. ધીમે ધીમે ટેકનીકલ સુધારો આવતો ગયો. અને અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ બધા ભેગા હતા. ત્યારે પૂર્ણ ભારતમાં લગભગ 65,185  કિલોમીટર લાંબી હતી. આખા દેશની રેલ્વે વ્યવસ્થા દેશી રજવાડા અને અને દેશની પ્રાઈવેટ કંપનીઓ સાંભળી રહી હતી. જેને આઝાદી પછી ભારતીય સરકાર દ્વારા રેલ્વેને પોતાના કંટ્રોલમાં લેવાનું શરૂ કર્યું.

આપણે જો ભાડાની વાત કરીએ તો ત્યારના સમયે એક પાઈથી લઈને આના સુધીના ભાવ હતા.   1947 માં મુંબઈમાં કુલ 204 ટ્રેન દોડતી હતી. ત્યારે મુંબઈ શહેરની આબાદી 16 લાખ આજુબાજુ હતી. પરંતુ ત્યારે મુંબઈની સીમા માત્ર અંધેરી સુધી જ હતી. અંધેરી પછીનો એરિયો જોગેશ્વરી આઉટ ઓફ મુંબઈ કહેવતો હતો.

સન 1947 માં ભારતીય મોટરકાર
1947 સુધી ભારતમાં હિન્દુસ્તાન મોટર્સ, મહિન્દ્રા મોટર્સ જેવી ગાડીઓનો જમાનો આવી ગયો હતો. બસોની વાત કરીએ તો ઓપન ડબલ ડેકર અને સિંગલ ડેકર જેવી બસો દોડતી હતી. ત્યારે તેનું ભાડું માત્ર 4 આનાની આસપાસ હતું. અને ત્યારે પેટ્રોલનો ભાવ 41 પૈસા પ્રતિ લીટર હતા.

 

સન 1928 માં અમેરિકન કંપની જનરલ મોટર્સનું આગમન થયું. જનરલ મોટર્સના શેવરોલેટ ટ્રક ભારતમાં ખુબ જ દોડતા હતા. પરંતુ આઝાદી પછી 1948 માં જ ભારત સરકાર દ્વારા જનરલ મોટર્સને ભારતમાંથી છુટ્ટી આપી દેવામાં આવી. કેમ કે જનરલ મોટર્સ આપણી હિન્દુસ્તાન મોટર્સ કંપનીને ખુબ જ ચેલેન્જ કરી રહે હતી. પરંતુ ઇતિહાસે પોતાને આપ મેળે દોહરાવ્યો.

૫૦ વર્ષ પછી હિન્દુસ્તાન મોટર્સે ઓપેલ કાર બનાવવા માટે તેજ જનરલ મોટર્સની સાથે મળી અને વડોદરાની બાજુમાં ફેક્ટરી બનાવી. હાલ તો ફરી બંધ થઇ ગયી છે.

 1947 માં ભારતીય વિમાન સેવા
આપણને જાણીને નવાઈ લાગશે કે 1947માં ભારતમાં ઇન્ડિયન નેશનલ એરવેજ, મીશની એરવેજ, અંબિકા એરવેજ, કલિંગ એરવેજ, ડેકન એરવેજ, એર સર્વિસ ઓફ ઇન્ડિયા, હિમાલીય એરવેજ, ભારત એરવેજ, ડાલમિયા જય એરવેજ, જુપીટર એરવેજ જેવી કંપનીઓ હતી.

ભારત દેશમાં ત્યારે એટલી સારી વિમાન સેવા હોવાનું કારણ એ છે કે 1945 માં બીજા  વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ અમેરિકા એ ઘણા બધા હવાઈ જહાંજ વેંચી દીધા હતા. ત્યારે થોડાક પૈસાદાર ભારતીયો એ તે ખરીદી લીધા અને તેનો બિઝનેસ કરવા લાગ્યા. કોમ્પીટીશન એટલી બધી વધી ગઈ કે મોટા ભાગની કંપની નુંકશાનીમા આવી ગઈ. કંઈક આઠ એરલાઈનને ભેગી કરીને તેનું રાષ્ટ્રીય કારણ કરીને તેને ભારત સરકારે એક નામ આપ્યું જેનું નામ હતું ઇન્ડિયન એરલાઈન્સ.

તાતા એરલાઇન્સનું નામ પહેલેથી જ એર ઇન્ડિયા કરી દેવામાં આવ્યું હતું. 15 મી ઓગષ્ટ 1947 ના દિવસે ભારતમાં કુલ પંદર એરપોર્ટ હતા.

 1947 માં ભારતીય મુદ્રા
મિત્રો આઝાદીના સમયે આપણી કરન્સી રૂપિયો જ હતી. પરંતુ આજકાલ સોસિયલ મીડિયા પર દેખાડવામાં આવતા તેના રેટ સાચા નથી હોતા. સોસિયલ મીડિયા પર સામાન્ય રીતે એવા મેસેજ વાયરલ થતા હોય છે કે ત્યારે ભારતનો એક રૂપિયો એક ડોલર બરાબર હતો. પરંતુ વાસ્તવિકતામાં સન 1947 માં એક ડોલર બરાબર 3.30 રૂપિયા હતા. અને એક પાઉન્ડ બરાબર 30.33 ભારતીય રૂપિયો હતો. તે વાતમાં કોઈ શક નથી કે રૂપિયો ત્યારે આજ કરતા ખુબ જ મજબુત હતો.

ભારતના ભાગલાના બીજા જ દિવસે પાકિસ્તાનની સામે એ પ્રશ્ન હતો કે તે પોતાના દેશમાં આર્થિક વ્યવહાર કંઈ મુદ્રામાં કરે. કેમ કે ત્યારે નોટ છાપવાની માત્ર 6 જ પ્રિન્ટીંગ મશીન હતી અને તે બધી જ ભારતની હતી. ત્યારે પાકિસ્તાને ભારત પાસેથી પરમિશન લઈને આપણી નોટ પર જ તેમણે હુકુમતે પાકિસ્તાન લખીને પોતાનું કામ આગળ વધાર્યું હતું.

1947 માં વસ્તુઓના ભાવ
ત્યારે સૌથી બેસ્ટ ક્વોલીટી વાળા ચાવલ માત્ર 26 પૈસામાં મળતા હતા. ખાંડ 75 પૈસા પર કિલો હતી. કેરોસીન 23 પૈસા લીટર,  55 કિલો સિમેન્ટ માત્ર 3 રૂપિયા કિલો મળતી હતી. ત્યારે એક તોલા સોનાની કિંમત 103 રૂપિયા હતી. પરંતુ સોનાની કિંમત વિશ્વયુદ્ધ પહેલા 39 રૂપિયા હતી પરંતુ તે વિશ્વયુદ્ધ પછી ખુબ જ ભાગ વધી ગયા હતા. એટલા માટે આ કિંમત ત્યારના લોકોને ખુબ જ વધારે લાગતી હતી. ત્યારે તો લાગે પણ ખરી પરંતુ ત્યારે આવક પણ આટલી બધી ન હતી. ત્યારે દરેક ભારતીયની આખા વર્ષની આવક સરેરાશ 265 રૂપિયાની જ  હતી. આટલી ઓછી આવક હોવાને કારણે લગભગ લોકો ઓછી મોંઘવારી હોવાથી પણ લોકો મોજ મજા માણી શકતા ન હતા. અને ત્યારે આપણે કેટલી મોંઘવારી હોવા છતાં બધી જ પ્રકારના જલસા કરીએ છીએ.

 ટેકનોલોજીના ક્ષેત્રમાં વોશિંગ મશીન મીક્ષ્યર, ઘરેલું ફ્રીઝ, કોમ્પ્યુટર, મોબાઈલ, ટેપ રેકોર્ડર જેવા 160 પ્રકારના જીવન જરૂરિયાત સાધનો ત્યારે ન હતા. તેના કારણે તેની જીવન શૈલી આજ કરતા ખુબ જ નિમ્ન હતી.

 

1947 માં ભારતીય સિનેમા
આઝાદીના વર્ષે જે ભારતીય પ્રોડ્યુસર હતા તેના દ્વારા કુલ 283 ફિલ્મ બનાવી હતી. અને ત્યારે ઓન એવરેજ એક ફિલ્મ 1.50 લાખમાં બની હતી. જ્યારે ભારતના ભાગલા પડ્યા ત્યારે ભારતમાં કુલ 1384 થીએટરો હતા. જેમાં અલગ પડેલા પાકિસ્તાનમાં કુલ ૧૭૦ થીએટરો આવેલા હતા. તો આપણા પૂર્વજોએ જોયેલા તે સમયની વાતો કેવી લાગી તે આમને કોમેન્ટ દ્વારા જણાવો.

 

LEAVE A REPLY