બસ આ ત્રણ કામ થી તમારો બ્રેઈન પાવર ૪ ગણો વધી જશે .. દરેક સ્ત્રી પોતાના બાળકોને આ વાત જરૂર શીખવે

0
19139
views

ફક્ત અપનાવો આ ૩ શોર્ટકટ જેનાથી તમારો બ્રેઈન પાવર ૪ ગણો વધી જશે… વિધ્યાર્થીઓ માટે ખાસ જાણવા લાયક..( દરેક સ્ત્રી પોતાના બાળકોને આ વાત શીખવે)

આજે આપની વધારે ફરિયાદ હોય છે કે યાર સાવ યાદ શક્તિ ઘટી ગઈ છે અને મને કઈ યાદ જ નથી રહેતું તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક ખાસ વાત કે જેનાથી તમને બધું યાદ રહી જશે અને એ પણ આ શોર્ટકટ દ્વાર તો ચાલો જોઈએ કે તે કઈ શોર્ટકટ છે.

આ શોર્ટકટ પ્રખ્યાત ડોક્ટર “કેલી મેકગોનીગલ” ની પ્રખ્યાત બુક “ધ વિલપાવર ઇન્સ્તીંગ” માંથી બતાવવા જઈ  રહ્યા છીએ. આ લેખિકા વિલપાવર ના વિજ્ઞાનના મહાન માણસ ગણાય છે. માટે આ લેખ પૂરો વાંચજો. જરૂર તમને ઉપયોગી થશે.

વિલ પાવર વધારવાના અમે ૩ રસ્તા આપની સમક્ષ લાવ્યા છીએ તો આશા છે કે તે રસ્તા આપને તથા આપના બાળકોને જરૂર કામ લાગશે. ચાલો તે ૩ વિલ પાવર વધારવાના રસ્તાઓ વિશે જાણીએ..

૧) હાર્ટ રેટ વેરીબીલીટી  (તમે ૧-૨ મિનીટ સુધી ઊંડા શ્વાસ લો)

આ પધ્ધતિમાં એવું કહેવાયું છે કે જયારે આપણે કોઈ સારી વસ્તુ કરવા જઈએ જેમ કે, કસરત, અભ્યાસ વગેરે તો આપણને પહેલા તે કરવાનો કંટાળો આવે છે.

હવે જો તમને એમ લાગે કે મારે તે નથી કરવું મને આળસ આવે છે કે હું થાકી ગયો છું. તો તમારે એ જ ક્ષણે તમારે ૧-૨ મિનીટ માટે ઊંડા શ્વાસ લેવા જોઈએ, આમ કરવાથી તમારા હાર્ટ રેટ સ્લો થઇ જશે. અને બરોબર એ જ સમયે તમારા શરીરની બધી એનેર્જી તમારા મગજમાં એકત્રિત થઈને તમને તે કામ કરવા માટે અગ્રેસર કરશે.

તમને જયારે કોઈ કામ કરવામાં આળસ આવે ત્યારે આ શોર્ટકટ અપનાવી શકો છો.. • એક શાંત જગ્યાએ ખુલી હવામાં બેસી અથવા ઉભા રહીને તમે ઊંડા શ્વાસ લઇ શકો છો.. • સતત ૧-૨ મિનીટ સુધી આમ શ્વાસ લેતા રહેવાથી તમારા શરીરની બધી એનેર્જી રીસાઇકલ થશે, અને તમે જે કામ કરવા માંગો છો તે કરવા માટે એનર્જી પૂરી પડશે.

૨.વિલ પાવર-  બેટરી (વિલ પાવર એક બેટરીની જેમ કામ કરે છે)

હવે તમને એમ થશે કે વિલ પાવર અને બેટરી એ કેવી રીતે ? તો એક વસ્તુ તમે સમજી લો કે, શરીરમાં વિલ પવારનું પ્રમાણ એક સરખું રહેતું નથી, કેમ કે, શરીરમાં જેમ શ્રમ વધે થાક લાગે તેમ વીલ પાવર ઘટતો રહે છે.

તો વિલ પાવર વધારવા અથવા તમારા બેસ્ટ કામ વિલ પાવરથી કરવા માટે આ બીજી શોર્ટકટ અપનાવો.  તમે એમ સમજો કે તમે એક સવારે સ્ફૂર્તિ સાથે જાગ્યા પછી તમે ક્રિકેટ રમ્યા, પછી તમે મુવી જોયું ત્યાર બાદ તમે જમ્યા અને ત્યાર બાદ જો તમે અભ્યાસ કરવા બેસો તો તમે અભ્યાસ કરી જ ના શકો કેમ કે તમારી બધી બેટરી તો ક્રિકેટ અને મુવી જોવામાં નીકલી ગઈ અને વળી તમે જમ્યા પણ ખરા તો હવે તમે કઈ અભ્યાસ ના કરી શકો.

તો એના  માટે બેસ્ટ રસ્તો એ જ છે કે જયારે તમારામાં બેટરીનું લેવલ ઊંચું હોય તો તમે ખુબ સરસ રીતે કામ કરી શકો તો આ સમયે પહેલા જરૂરી હોય તે કામ જ કરવા જોઈએ. જો પહેલા તમે જાગો ત્યારે તમારામાં વિલ પાવર વધુ હોય એટલે પહેલા જ અમારે અભ્યાસ પતાવી દેવો જોઈએ, ત્યાર બાદ ક્રીકેટ રમવું જોઈએ, અને પછી મુવી જોઇને જમી લેવાનું અને પછી આરામ કરવાનો. એટલે જાગો ત્યારે ફરી ફ્રેશ થઇ જાવ અને વિલ પાવર પણ વધી ગયેલો જોવે મળે..

તો સમજી ગયા ને કે, અઘરા અઘરા કામ પહેલા કરી નાખવાના અને વિલ પવારનો એક બેટરીની જેમ યુજ કરવાનો.

૩. તમારી જાતને માફ કરતા શીખો

આ પણ વિલપાવર વધારવાનો એક રસ્તો જ છે. કેમ કે, તમે જયારે આ વાત સમજશો ત્યારે ખ્યાલ આવશે કે, તમે જયારે કોઈ કામ કરવા માટે નિર્ણય કર્યો કે આ કામ પૂરું કરીને જ રહીશ પણ એ કામ પૂરું થયું નહિ અને તમારો વિલ પાવર અધુરો રહી ગયો.

તો આ વખતે તમે ખુબ નિરાશ થઇ જાવ છો.  અને તમને તમારી જાત પર ખુબ ગુસ્સો આવે. તો એ સમયે તમારે તમારી જાત પર ગુસ્સો ન  લાવવો જોઈએ. અને શાંત થઈને તમારી જાતને માફ કરી દો. તમે જો કોઈને કામ પૂરૂ ના કરે તો તેને ગુસ્સે થઈને કઈ કહો તો તે કામ આવતી વખતે કામ બગડવાની શક્યતા વધી જાય. પણ જો તમે એમ કહો કે કોઈ વધો નહિ. તો આવતી વખતે તમને તેમાં વધુ હકારાત્મક અસર જોવા મળે છે.

તો હવે તમે યાદ રાખો કે તમે કે, તમારા બાળકો જ્યારે વિલ પાવર મુજબ કામ ના કરે તો શાંત થઈને તમારી જાતને કે તમારા બાળકોને માફ કરતા શીખો. એમ કરવાથી તે આવતી વખતે કામ બગડવાની શક્યતા પણ ઘટી જશે. તો સમજી ગયા આ ૩ રસ્તા છે વિલ પાવર વધારવાના… જો તમને આ રસ્તા ગમ્યા હોય તો જરૂર શેર કરજો… જેથી અન્ય લોકો પણ આ માહિતીને અપનાવી શકે.

LEAVE A REPLY