રાત્રે સૂતા પહેલા કરો આટલી વસ્તુ અને દેખાવ સૂંદર.. ખુબજ અસરકારક ઉપાય

0
1858
views

 રાત્રે સૂતા પહેલા કરો આટલી વસ્તુ અને દેખાવ સૂંદર

 મિત્રો આપણે સૂંદર દેખાવા માટે આપણી જીવનશૈલી ખૂબ જ મહત્વની છે. પરંતુ ત્વચાનું શું સવારથી લઈને સાંજ સુધી સતત કામ કરતા હોય છે ઘરનું કે ઓફિસનું તેને પણ આરામની જરૂર હોય છે. જેથી ત્વચા હંમશા સૂંદર બની રહે. તો ચાલો જાણીએ કે એવું શું કરવું જોઈએ રાત્રે આપણી ત્વચા માટે જેનાથી આપણે સૂંદર દેખાઈ. અમે તમને એવી ખાસ ટીપ્સ બતાવીશું જો તમે તેને અનુસરશો તો તમારી સુંદરતા પર ચાર ચાંદ લાગી જશે.

 ટીપ 1સૂતા પહેલા જરૂર નહાવું જોઈએ. શું તમે ઓફિસેથી આવીને ખુબ જ થાક્યા હોય તેવો અનુભવ કરો છો ? શું તમે દિવસ દરમિયાન કરેલા કામથી રાત્રે થાકી ગયા છો ? તો તમારે રાત્રે અવશ્ય નહાવું જોઈએ. જો તમે રાત્રે સૂતા પહેલા સ્નાન લેશો તો તેનાથી દિવસ દરમિયાનની ગંદકી સાફ થઇ જશે જેથી તમારી ત્વચાને આરામ મળશે અને તે શ્વાસ લઇ શકશે. પરંતુ મિત્રો તેને વધારે અસરકારક બનાવવા માટે તમારા નાહવાના પાણીમાં બે ચમચી મધ અને પાંચ ચમચી દૂધ જરૂર ઉમેરવું. તેનાથી તમે ખૂબ જ ફ્રેશ ફિલ કરશો અને તમારી ત્વચા પણ કોમળ બની જશે. અને હા મિત્રો ઠંડી જેવા વાતાવરણમાં નાહવાનું શક્ય ન બને તો ગરમ પાણીમાં ટુવાલ ભીનો કરી તેના વડે ત્વચાને સાફ કરી લેવી.

 

ટીપ 2 . બીજી ટીપ છે હળદરવાળું  દૂધ. હા મિત્રો, તમેં તમારા વડીલો પાસેથી હળદર વાળા દૂધના ફાયદાઓ સાંભળ્યા હશે. મિત્રો હળદર વાળું દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે એ તો સાચું છે પરંતુ તેની સાથે આપણા શરીરના ટોક્સીન પણ બહાર નીકળે છે અને લોહી પણ શુદ્ધ થાય છે. જેના કારણે તમારી ત્વચા ખીલેલી રહે છે પરંતુ તેનો વધારે લાભ મેળવવા માટે હળદર વાળા દૂધમાં એક ચમચી મધ પણ ઉમેરી દેવું.

 ટીપ ૩. હવેની ટીપ છે આંખની મસાજ. મિત્રો દિવસ દરમિયાન આપણી આંખો ઘણું બધું સહન કરે છે. ધૂળ-માટી હવા વગેરે. માટે આંખની ત્વચાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તેના માટે એક વસ્તુનું ધ્યાન રાખવું કે તમે તકિયા પર માથું સીધું રાખીને જ સૂઓ. જેથી ત્યાં શ્રીના તરલ પદાર્થ જમા ન થાય જેથી સવારે આંખ સોજી ન જાય. આ ઉપરાંત સૂતા પહેલા તમારી આંખને બંધ કરી તેની ચારેય બાજુ અન્ડર આઈસક્રીમ અથવા કોઈ પણ જેલથી મસાજ કરવાનું ન ભૂલતા જેથી આંખનો થાક દૂર થશે અને તે સાથે તમારી આંખની આજુબાજુ કાળા કુંડાળા પણ નહિ પડે જે આપણી સુંદરતાને બગાડે છે.

ટીપ 4. આગળની ટીપ છે કે રાત્રે સૂતા પહેલા ક્યારેય બ્રશ કરતા ન ભૂલો. જો તમે એવું વિચારો છો કે માત્ર સવારે જ દાંતમાં બેક્ટેરિયા જમા થાય છે. પરંતુ મિત્રો તમે ક્યારેય એવું વિચાર્યું કે જો આપણે રાત્રે સૂતા પહેલા બ્રશ કરી લઈએ તો આપણે ખાધેલું કદાચ ફસાઈ ગયું હોય તો તે નીકળી જાય અને બેકટેરિયા વધારે જમા ન થાય. મિત્રો આખી રાત દરમિયાન તે તમારા દાંતમાં રહે છે જેના કારણે તમારા દાંત સડી જાય છે. હવે તમને એવું લાગે કે ભાઈ સુંદરતા અને દાંતને શું સંબંધ. તો મિત્રો તમે વિચારો કે કોઈ વ્યક્તિ હસતી હોય તો તેની ખૂબસૂરતી વધારે ખીલી ઉઠે છે. હવે તમે જ વિચારો જો દાંત જ સારા નહિ હોય અને તમે હસો તો તમને   થોડો સંકોચ થશે. માટે તમારા વધારે સારા દાંત અને તેમાં તમે આપેલું સ્મિત તમારી સુંદરતા ખીલવે છે.

 

ટીપ 5. મિત્રો આપણા વાળ પણ આપણી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે માટે રાત્રે સૂતા પહેલા તેને કેમ ભૂલી જવાય. રાત્રે સૂતા પહેલા વાળ બરાબર ઓળી લેવા અને માથું થોડુક ઢીલું રાખવું. તેનાથી તમારા વાળની સુંદરતા જળવાઈ રહેશે જેનાથી તમારી ઓવરઓલ સુંદરતા વધશે.

ટીપ 6. રાત્રે સૂતા પહેલા માત્ર ચહેરા પર જ નહિ પરંતુ આખા શરીરમાં મોચ્યુંરાઈઝાર ક્રીમ  અથવા લોશન લગાવવા જોઈએ. જો તમારી પાસે બંનેમાંથી કંઈ ન હોય તો ખાલી ટોપરાનું તેલ લગાવીને સૂવું. તેનાથી ત્વચાનું મોઈસ્ચર જળવાઈ રહેશે અને હંમેશા ત્વચા ચમકતી અને ખીલેલી રહેશે.

તો મિત્રો સૂતા પહેલા આટલી બાબતો અનુસરો અને ટકાવી રાખો તમારી સુંદરતા. મિત્રો આખા દિવસમાં રાત્રે સૂતા પહેલા તમારી ત્વચાને થોડો સમય આપો અને આ ટીપ્સ અજમાવીને તેનું ધ્યાન રાખો.

 

LEAVE A REPLY