ઘરમાં રહેલી આ વસ્તુથી ત્વચા ના દાગ, ખરજવું, ધાધર, થોડા જ દિવસોમાં દુરકરો …. જરૂર અજમાવો

0
3002
views

ત્વચા ના દાગ, ખરજવું, ધાધર, દૂર કરવા ના ઉપાયો

ખરજવું કે ધાધર કે દાગ એક ક્રોમિક સમસ્યા છે. જેના કારણે ત્વચા પર દાગ કે નિશાન પડી જાય છે. આ ખરજવું ક્યાં કારણ થી થાય છે તેનું સાચું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ અતિશય ડિપ્રેશન, એલર્જી, વાતાવરણ પરિવર્તન તેમજ શરીર ના હોમોર્ન માં ફેરફાર ને લીધે થાય છે તો ચાલો જાણી એ તેના ઉપાયો વિશે.ખરજવું થવું એક સામાન્ય સમસ્યા છે આવ સમયે ખુજલી કરવી સારી લાગે છે. પરંતુ તેનાથી ચામડી પર તેના નિશાન રહી જાય છે, અમે આપને જણાવી રહ્યા છીએ આ ખરજવું, દાગ, ધાધર ના ઘરેલુ ઉપાયો.

ચામડી ના રોગ માટે નો ઘરેલુ ઉપાય છે બેકિંગ સોડા
બેકિંગ સોડા ખરજવા અને ચામડી પર થતાં નિશાન માટે ખૂબ જ સારો ઉપાય છે. આ બેકિંગ સોડા માં સોજા ને રોકવા નો ગુણ રહેલો છે જે ખરજવું રોકવા માં રાહત આપે છે. બેકિંગ સોડા નો ઉપયોગ એક પાણી ભરેલા ટબ માં એક કપ બેકિંગ સોડા નાખી સારી રીતે ભેળવી દો. પછી અડધી કલાક માટે ટબ માં બેસો અથવા તે પાણી ને પોતાના શરીર પર નાખો, અને શરીર ને ટુવાલ થી પોછતા નહીં પણ એમ જ સુકાવા દો. જો વધરે પડતી ખુજલી હોય તો એક ચમચી પાણી માં ત્રણ ચમચી સોડા નાખી તેની પેસ્ટ બનાવી લો અને જ્યાં ખુજલી થતી હોય ત્યાં લગાવી દો.


એલોવેરા નો ઉપયોગ
એલોવેરા માં જીવાણુ વિરોધી ગુણ રહેલો છે આ ઉપરાંત તેમાં વિટામિન ઈ રહેલો છે. જે ત્વચા ને ચમકતી રાખવા માં મદદ કરે છે. અને સાથે ખુજલી ને પણ ઓછી કરે છે. સૌપ્રથમ એલોવેરા ની પત્તીઓ ને લઈ તેમાથી જેલ કાઢો. આ જેલ ને પ્રભાવિત જગ્યા પર લગાવો. તેને 15 મિનિટ એમ જ રાખો પછી થોડાક ગરમ પાણી થી તે ભાગ ને ધોઈ નાખો.

લીંબુ નો ઉપયોગ કરવો
ઘણા લોકો ઘણા સમય થી લીંબુ નો ઉપયોગ ચામડી પર થતી ખુજલી માટે કરે છે. કેમ કે આ લીંબુ માં સાઈટ્રિક એસિડ રહેલો છે જે ખુજલી ને દૂર કરે છે. લીંબુ નો ઉપયોગ 1-2 લીંબુ નો રસ કાઢી તેમાં રૂ ને બોળી જે પ્રભાવિત જગ્યા હોય ત્યાં લગાડો. ત્યારબાદ તેને સુકાવા દો અને પછી ગરમ પાણી થી સાફ કરી લો.

સફરજન ની છાલ ઉપયોગ કરવો
સફરજન ની અંદર એન્ટિ-સેપ્ટિક, એન્ટિ-ઈટચિંગ, એન્ટિ-એંટીફંગાલ અને જીવાણુ વિરોધી ગુણ રહેલો છે જે ખરજવા તેમજ દાગ, ધાધર સામે રક્ષણ આપે છે. એક કે બે સફરજન ની છાલ લઈ તેને ગરમ પાણી ના ટબ માં નાખો પછી તેમાં 15-20 મિનિટ માટે અંદર બેસી જાઓ.

 

LEAVE A REPLY