લીંબુ ની છાલ ના ફાયદાઓ | લાંબા આયુષ્ય માટે ખુબ જરૂરી

0
2930
views

લીંબુ ની છાલ ના ફાયદાઓ અને પોષક ગુણો

આમ તો લીંબુ ના ઘણા ફાયદા છે જે જાની ને તમને આશ્ચર્ય થશે કે જે લોકો લાંબી આયુષ જીવે છે તેઓ પોતાની રોજીંદી જિંદગી માં લીંબુ નું સેવન કરતાં હોય છે.  જેમ કહેવામા આવે છેકે દરરોજ એક સફરજન ખાઓ અને ડોક્ટર થી દૂર રહો તેમ દરરોજ 10 ટીપાં લીંબુ ના પીઓ અને ડૉકટર થી દૂર રહો. એટલા જ માટે તમે જોશો તો તમને દરેક ઘર માં લીંબુ જોવા મળશે. લીંબુ માત્ર સ્વાસ્થ્ય માટે જ ઉપયોગી નથી પરંતુ રસોઈઘર માં રોજ ની ક્રિયાઓ માં પણ એટલું જ ઉપયોગી છે.

લીંબુ ના ફાયદાઓ ને આપણે બધા જાણીએ છીએ એટલે જ લીંબુ ના રસ નો ઉપયોગ આપણે દરરોજ કરતાં હોઈએ છીએ. પરંતુ લીંબુ ની છાલ નું શું? શું તમે જાણો છો લીંબુ ની છાલ ના ફાયદાઓ અને પોષક ગુણો વિશે. આપણાં માથી ઘણા લોકો અજાણ છે કે લીંબુ ની છાલ ના કેટલા ફાયદા છે? તો ચાલો જાણીએ લીંબુ ની ચાલ ના ફાયદાઓ વિશે,

લીંબુ ની છાલ તમારા હાડકાઓ ને મજબૂત કરવાનું કામ કરે છે. તેમાં ઉચ્ચ માત્રા માં કેલ્શિયમ અને વિટામિન સી હોય છે, જે હાડકાઓ ને સ્વસ્થ રાખવા માં મદદ કરે છે. આ સિવાય તે હાડકાઓ ને સંબંધીત બીમારીઓ જેવી કે ઓસ્ટીયોપોરોસિસ, રહેયુમેટોયડ અર્થરાઈટિસ, અને એન્ફ્મેમેટરી પોલિયર્થરટીસ થી પણ બચવા માટે મદદ કરે છે.  માનસિક તનાવ માં પણ લીંબુ ની છાલ ઘણો ફાયદો કરે છે. ઓક્સિડેટિવ સ્ટ્રેસ થી રાહત મેળવવા માં લીંબુની છાલ મહત્વપૂર્ણ કામ કરે છે. લીંબુ ની છાલ માં ખૂબ જ વધારે પ્રમાણ માં ફ્લેવાનોયડ હોવાથી તે ઓક્સિડેટિવ સ્ટ્રેસ ને શરીર થી દૂર રાખે છે.

આપણાં શરીર માં ઘણા પ્રકાર ના વિષ થી ભરેલા પદાર્થ રહેલા છે, આ પદાર્થ ન માત્ર આપણાં શરીર ને અંદર થી નુકશાન પહોચાડે છે પણ સાથે સાથે આપની અંદર આલ્કાહોલ અને અન્ય નુકશાન કારક ખાદ્ય પદાર્થ ખાવા ની લાલસા વધારે છે. પણ લીંબુ ની છાલ પોતાના ખાટા સ્વાદ અને સ્વભાવ ને કારણે આ ઝેરીલા પદાર્થ ને દૂર કરે છે.

આ વિષય માં ઘણા લોકો ને ઓછી જાણકારી છે. પણ લીંબુ ની છાલ કેન્સર થી બચવા માં અને તેના ઈલાજ માં પણ ઘણી મદદ કરે છે. આમાં રહેલા તત્વ કેન્સર ની કોશિકાઓ થી લડવા માં મદદ કરે છે.

લીંબુ ની છાલ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવામાં પણ મદદ કરે છે. શરીર ની અંદર રહેલી કોલેસ્ટ્રોલ ની વધારે માત્રા હ્રદય ની સ્વસ્થતા ને નુકસાન પહોચાડે છે. લીંબુ ની છાલ માં રહેલ પોલીફીનોલ કોલેસ્ટ્રોલ ને ઓછું કરી આપણાં શરીર ને સ્વસ્થ રાખવા માં મદદ કરે છે.  લીંબુ ની છાલ માં રહેલ પોટેશિયમ રક્તચાપ ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આથી સાચા રક્તચાપ થીઆપણું હ્રદય પણ સ્વસ્થ રહે છે. આ ઉપરાંત લીંબુ ની છાલઆપણાં હ્રદય ને પણ સ્વસ્થ રાખે છે. અને આપણ ને હ્રદય ના હુમલા અને ડાયાબિટીસ થી પણ બચાવે છે.

મુખ ના સ્વાસ્થય ને સારું રાખવા માં પણ લીંબુ ની છાલ ઘણી મદદરૂપ થાય છે. વિટામિન સી ની ઉણપ થી કમજોર દાંત અને પેઢા માં લોહી આવવા ની સમસ્યા થાય છે. વિટામિન સી ની કમી થી સ્કર્વી અને જીંજીવિટસ થઈ જાય છે. લીંબુ ની છાલ માં સાઈટ્રિક એસિડ પ્રચુર માત્રા માં હોય છે જે વિટામીન સી ની ઉણપ થી થયેલા નુકસાન ને ભરવા માં મદદ કરે છે. આ દાંત અને પેઢા ને લાગતી બીમારી ને દૂર રાખે છે. લીંબુ ની છલ વજન ઘટાડવા માં મદદ કરે છે. આમાં પેક્ટિન નામ નું તત્વ રહેલું છે જે શરીર માં રહેલી અધિક ચરબી ને દૂર કરે છે. તો તમે વજન ઓછું કરવા માંગો છો તો લીંબુ ની છાલ નો ઉપયોગ કરવા નું શરૂ કરી દો.

કરચલીઓ, એક્ને, પિગ્મેંટેશન અને ઊંડા નિશાન થી બચવા માં લીંબુ ની છાલ નો કોઈ જવાબ જ નથી. આમાં રહેલ ફ્રી-રેડિકલ્સ આ પ્રક્રિયા માં મહત્વ ની ભૂમિકા ભજવે છે.આ ઉપરાંત લીંબુ ની છાલ ના ઘણા ફાયદા છે.તે લીવર ને સાફ કરે છે, કાન ના સંક્રમણ ને દૂર કરે છે, રક્ત ના પ્રવાહ ને વ્યવસ્થિત કરે છે, માંસપેશીઓ ને મજબૂત કરે છે.

LEAVE A REPLY