રોજ એક સફરજન ખાવ તો ક્યારેય પણ ડોક્ટર પાસે જવાની જરૂર નહિ પડે

0
3067
views

સફરજન
આજે અમે આ લેખમાં તમને ખુબ જ મહત્વ પૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકોએ જાણ્યું હશે. આપણે આજે સફરજન વિશે જાણીશું કે તેને ક્યાં સમયે ખાવું અને ક્યાં સમયે ન ખાવું  તેના વિશે જાણીશું. મિત્રો આજે આપણે જો સફરજનને સાચા સમયે ખાઈએ તો તેના ફાયદાઓ ખુબ થાય છે અને જો તેને ખોટા સમયે ખાવામાં આવે તો તેના નુંકશાનનો પણ સામનો કરવો પડે છે.

 મિત્રો આપણે જાણીએ છીએ કે જો રોજ એક સફરજન ખાવામાં આવે તો આપણે ક્યારેય પણ ડોક્ટર પાસે જવાની જરૂર નથી પડતી. સફરજન માત્ર એક ફળ જ નથી પરંતુ ઘણી બધી બીમારીઓ સામે લડાવનો ઉપચાર પણ માનવામાં આવે છે. સફરજનમાં અનેક પોષકતત્વ વિટામીન અને ખનીજ તેમાં હોય છે. આ માત્ર નાની બીમારી નહિ પરંતુ મોટી બીમારીને પણ નષ્ટ કરી દે છે. તો ચાલો મિત્રો જાણીએ સફરજન ક્યારે ખાવું જોઈએ અને ક્યારે ન ખાવું જોઈએ તે જાણીએ.

મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ હૃદય રોગ વિશે. દરરોજ જો આપણે સફરજનનું સેવન કરતા હોઈએ તો એ આપણા દિલની બીમારીમાં ખુબ જ મદદ કરે છે. કેમ કે તેમાં કોલેસ્ટ્રોલને ઓછું કરવાની ક્ષમતા રહેલી હોય છે. અને શરીરમાં કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ જમા થવાને કારણે આપણને હૃદયરોગ થવાની સંભાવના વધારે રહે છે. એટલા માટે તે આપણા હૃદયની ખુબ સરસ રીતે સુરક્ષા કરે છે.

હાડકાઓને મજબુત રાખવામાં પણ સફરજન ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. સફરજન કેલ્શિયમનો એક ખુબ જ સારો સ્રોત છે. સફરજનમાં એન્ટીઓક્સીડેંટ ખુબ જ સારી માત્રમાં પ્રાપ્ત થાય છે. તે ન માત્ર હાડકાઓને મજબુત કરે પરંતુ તે આપણા હાડકાઓને ભાંગતા પણ અટકાવે છે.

 

 મિત્રો બીજી બાજુએ તે આપણને જો અસ્થમા હોય તો તેમાં પણ મદદ કરે છે. આપણે સફરજનના મધુર સ્વાદની મજા લેતા લેતા આપણે અસ્થમાની સામે લડી શકાય છે. અસ્થમાથી લડી શકાય તેવા પ્રોટીન સફરજનમાં ભળેલા હોય છે. આપણે વાત કરીએ કે મજબુત અને ચમકદાર દાંતની તો તેના માટે પણ ખુબ જ સરસ ઉપાય છે સફરજન. સફરજન દાંતનું પીળાશ પણું દુર કરીને દાંતને સ્વસ્થ રાખવામાં ખુબ જ લાભદાયક છે.

સફરજન આપણા લીવરમાંથી ટોક્સીનને બહાર કાઢે છે. સફરજનમાં ઘણા પ્રકારના વિષાણુંજન્ય પદાર્થ રહેલા હોય છે. સફરજન જો બે દિવસ સતત ખાવામાં આવે તો તે માત્ર ટોક્સીન  બહાર કાઢવામાં મદદ નથી કરતુ પરંતુ પાચનક્રિયા અને રક્ત પર્વાહમાં પણ ખુબ જ સુધારો આવે છે.  સફરજન ભૂલી જવાની બીમારીમાં પણ ખુબ જ ફાયદાકારક નીવડે છે. સફરજનમાંથી  એક કેફસેટીન નામનું એક પ્રવાહી નીકળે છે તે મગજને તેજ બનાવે છે. અને આપણા દિમાગને સ્વસ્થ બનાવે છે. અને મગજને પોષણ આપવા માટે સફરજનને છાલ સહીત જ ખાવું જોઈએ.

સફરજનમાં કોલેસ્ટ્રોલ ઓછું કરવાની પણ ક્ષમતા રહેલી હોય છે. આપણા શરીરમાં બે કોલેસ્ટ્રોલ હોય છે એક કોલેસ્ટ્રોલ અને બીજું બેડ કોલેસ્ટ્રોલ રહેલું હોય છે. સફરજન આપણું જે બેડ કોલેસ્ટ્રોલ હોય છે તેને કંટ્રોલ કરવા માટે ખુબ જ અસરકારક છે. અને તે હૃદયની બીમારીથી પણ બચાવે છે. અને કેન્સરથી પણ બચાવે છે. સફરજનમાં એન્ટીઓક્સીડેંટ અને ફેટો કેમિકલ્સનો એક ખુબ જ સારો એવો સ્ત્રોત છે. જે આપણને કેન્સર અને આપણી અંદર થતા ટ્યુમરના વિકાસને પણ અટકાવે છે. અને કેન્સરની કોશિકાઓને પણ નષ્ટ કરે છે. સફરજન પેટ, સ્તન, લીવર અને ફેફસાના કેન્સરને રોકવામાં વિશેષ રૂપથી ફાયદાકારક છે.

ડાયાબીટીસ વાળા લોકો માટે પણ સફરજનનું સેવન ખુબ જ ફાયદાકારક છે. અને વજન ઘટાડવામાં પણ ઉપયોગી નીવડે છે કેમ કે તેમાં સારા એવા પ્રમાણમાં ફાયબર રહેલું હોય છે. તે આપણા વજનને ઓછું કરવામાં મદદ કરે છે.

હવે મિત્રો આપણે જાણીશું કે સફરજનનું સેવન ક્યાં સમયે કરવું અને ક્યાં સમયે ન કરવું.  મિત્રો ખરેખર સફરજનનું સેવન આપણે સવારે કરવું જોઈએ. કેમ કે સવારના સમયે જો છાલ સાથે જ તેનું સેવન કરવામાં આવે તો ખુબ જ ઉત્તમ માનવામાં આવે છે. અને  આ ખુબ જ ફાયદો કરે છે. જો તમે રાત્રે અથવા ભોજન કર્યા પછી અથવા ભોજન પહેલા તેનું સેવન કરો છો તો પેટને લગતી સમસ્યા પણ થઇ શકે છે જેમ કે ગેસ, પાચનમાં તકલીફ, પેટ ભારે લાગવું જેવી નાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

એટલા માટે સફરજનને બને ત્યાં સુધી રાત્રે સેવન કરવા કરતા સવારે કરવામાં આવે તો ખુબ જ ફાયદાકારક નીવડે છે. આપણા આયુર્વેદમાં પણ સફરજનને રાત્રે ખાવું તે નુંકશાનકારક દર્શાવ્યું છે. રાત્રે સફરજન ખાવાની સલાહ મોટા ભાગના ડોકટરો પણ નથી આપતા હોતા.

સફરજન ખાવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય છે સવારનો. સવારે નાસ્તો કર્યા પહેલા અથવા નાસ્તો કર્યા પછી અથવા તો સવારના કોઈ પણ સમયે ખાઈ શકીએ છીએ. આપણે જો સવારે સફરજન ખાઈએ તો જ તેના ફાયદાઓ આપણને મળે છે પરંતુ જો તેને રાત્રે ખાવામાં આવે તો તેમાંથી પણ ફાયદો થતો નથી પરંતુ ઉલટાનું નુંકશાન થાય છે. જ્યારે પણ સફરજનનું સેવન કરીએ ત્યારે જમ્યા પહેલા કરો તો વધારે સારું રહે છે.તો આ હતા સફરજનના ફાયદાઓ અને તેને ક્યારે ખાવું ન ખાવું

 

 

LEAVE A REPLY